* સુખી માણસ * Thread 
સુખી માણસ કોને કેહવાય?ક્યારેક લોકો વિચારતા હોય છે અમુક લોકો નાં કર્મ જોઈને કે આ માણસ આટ આટલા અયોગ્ય કર્મ કરીને પણ ખુશ રહી શકે છે(કેમ? કેમ કે કદાચ એ કર્મ નાં નિયમ થી અજાણ છે અથવા તો એને કંઈ જ ફરક નથી પડતો હોતો કે સારા કર્મ થી મારો ફાયદો કે ખરાબ કર્મ થી (૧)

સુખી માણસ કોને કેહવાય?ક્યારેક લોકો વિચારતા હોય છે અમુક લોકો નાં કર્મ જોઈને કે આ માણસ આટ આટલા અયોગ્ય કર્મ કરીને પણ ખુશ રહી શકે છે(કેમ? કેમ કે કદાચ એ કર્મ નાં નિયમ થી અજાણ છે અથવા તો એને કંઈ જ ફરક નથી પડતો હોતો કે સારા કર્મ થી મારો ફાયદો કે ખરાબ કર્મ થી (૧)
હું આ મેળવી ને જ જંપીશ..અને કદાચ આવા લોકો ને મૃત્યુપર્યંત પસ્તાવો ક્યારેક તો નથી થતો કેમ કે એની મૂળભૂત સ્વાભાવિક પ્રકૃતિ જ હોય છે.અને જો તમે આવા લોકો સાથે જોડાયેલા હોય અને તમે પ્રયત્ન કરવા છતાં પણ કાઈ જ કરી શકતા નાં હોય તો આ વસ્તુ મન પર લીધા વગર જાત સુધારવા પણ ધ્યાન (૨)
કેન્દ્રિત કરી શકાય કેમ કે સમજાવી એને જ શકાય જેને સમજવું હોય) અને કોઈક સારા માણસ હંમેશા બધા માટે સારું કરી વિચારી ને પણ દુઃખી રહે છે કેમ કે એ વિચારે છે કે દુનિયા પણ એના જેટલી જ સારી સરળ અને સાફ છે. અહીં થી થઈ સારા માણસ નાં દુઃખ ની શુરુઆત.(૩)
હા,તમે સારા બનો હશો કે હંમેશા રહેશો પણ લોકો પાસે થી પણ એજ આશા રાખશો તો દુઃખ તકલીફ સિવાય કંઈ નહિ મળે. વળી પ્રકૃતિ નો નિયમ છે કે જે જેવું કરે એવું એને મળે. તો આ વિચાર સાથે સારા સાથે ક્યારેક સારું નાં થઈ રહ્યું હોય તો કદાચ એ એના પૂર્વ જન્મ નાં કર્મ / આ જન્મ નાં અમુક એવા કર્મ / (૪)
લોકો પાસે ની વણજોઈતી અપેક્ષાઓ કારણભૂત હોય શકે. સારા માણસ ની વ્યાખ્યા અલગ અલગ લોકો નાં મત મુજબ અલગ હોય શકે પણ હાં જે સત્કર્મ કરીને લોકો નાં દિલ દુભાવ્યા વગર પોતાનું જીવન જીવે એ અને બની શકે તો ભગવાન એ કોઈની મદદ કરવા લાયક બનાવ્યા હોય તો લોકો માટે બનતી મદદ (૫)
અચૂક કરતા રહે નિસ્વાર્થ ભાવે એ મારા મત મુજબ ની વ્યાખ્યા માં સારા મનુષ્ય ગણી શકાય. બાકી કર્મ ની ગતિ તો છેજ ન્યારી... કોઈ સંપૂર્ણ હોતું નથી કે ક્યારેય બની શકશે પણ નહિ પણ હાં થોડુક થોડુક સારપણ ઉમેરી ને દુનિયા ને વધારે જીવવા લાયક બનાવી શકાય તો પણ આત્મા ની શાંતિ માટે બહુ છે.(૬)
અને હા કદાચ સારા રહેવાથી બનવાથી અમુક ને દુઃખી થવા નું કારણ ગણતા લોકો માટે કે આજે તમને લાગશે પણ આગળ જતાં આજ સારપણ કંઈ ને કંઈ રીતે તમને કર્મફળ સ્વરૂપે અદભુત અને અકલ્પનીય રીતે પાછું મળશે. સુખ ની શુરુઆત...તો શુકામ અત્યાર થી જ વગર આશા એ સત્કર્મ માં જાત ને જંપલાવી ને ખુદ ની મોજ માં (૭)
અને શ્રી કૃષ્ણ ભગવાન નાં(શ્રી ભગવદ્ ગીતા) વિચારો ના સાનિધ્ય માં જીવન વ્યતીત નાં કરાય !
સુખી માણસ : કર્મનિષ્ઠ નિર્મોહી નિર્લોભી નિઃસ્વાર્થી


(૮)
સુખી માણસ : કર્મનિષ્ઠ નિર્મોહી નિર્લોભી નિઃસ્વાર્થી



(૮)
નોંધ : મારા વિચાર પ્રગટ કર્યા છે. ગમે તો વધાવજો અને આગળ વધારજો અને ખાસ નાં પસંદ પડે તો આશીર્વાદ આપજો કે વધુ કંઇક અનુભવી વિચારી ને સારું સમજી અને લખી શકું....
ખૂબ ખૂબ ધન્યવાદ વાંચવા બદલ.
#જમકુ_Writes

ખૂબ ખૂબ ધન્યવાદ વાંચવા બદલ.

#જમકુ_Writes
Read on Twitter