બે હાથ જોડીને, માથું નમાવીને વિનંતી છે.. સમયસર ટેસ્ટ કરાવો. "સાદી ખાંસી છે".. "આ તો સિઝન બદલાઈ છે ને એટલે"... "બહુ કામ કર્યું છે એટલે શરીર તૂટે છે".. "આ તો સિઝનલ તાવ છે".. મને તો એલર્જી છે એટલે શરદી થાય જ છે.." એવા બહાના કાઢીને જાતને છેતરશો નહીં. (1/n)
સક્ષમ હો તો પ્રાઈવેટમાં કરાવો જેથી સરકારી તંત્ર પર વધુ પડતો બોજ ન પડે.. પ્રાઈવેટની નૈતિકતા પર શંકા હોય કે અસક્ષમ હો તો સરકારીમાં કરાવો.. જે કરાવવું હોય તે કરાવો. પણ લક્ષણ દેખાય તો ટેસ્ટ કરાવો. મોડું ના કરશો. (2/n)
લક્ષણો દેખાય તો બેદરકાર બનીને ઘરમાં ફરફર ના કરશો. પાણીના માટલે જઈને ચોંટશો નહીં. એક જ ડાઇનિંગ પર બેસીને જમશો નહીં. આઈસોલેટ કરો. માસ્ક પહેરો. "ઘરમાં પણ" માસ્ક પહેરો. હવા ઉજાસવાળા રુમમાં આઈસોલેટ થાઓ. બારીઓ બંધ કરીને અંધારિયા રૂમમાં પડ્યા રહેશો નહીં. (3/n)
બીજી વાત.. ટેસ્ટ કરાવવા માટે સૌથી વધારે આનાકાની વડીલો કરે છે. પપ્પા ચોથે-પાંચમે દિવસે તૈયાર થયા ટેસ્ટ માટે.. ત્યાં સુધી અમને ઘરના બધાંને લક્ષણો આવી ગયા હતા..ઈનફેક્ટ એટલે જ એ ટેસ્ટ માટે તૈયાર થયા..(4/n)
ઈમ્યુનિટી ગમે તેટલી સ્ટ્રૉંગ હોય.. ટેસ્ટ કરાવો..આપણને કંઈ ના થાય એ ખોટી ડંફાસ છે. પપ્પાએ આજ સુધી એક પણ બાટલો ચડાવ્યો નથી..એમની ઈમ્યુનિટી સ્ટ્રૉંગ જ છે... તો પણ કોરોના થયો.. માટે ટેસ્ટ કરાવો..માસ્ક પહેરો અને સારી ક્વોલિટીનું પહેરો.. (5/n)
"ગમે તેટલું સાચવો તોય કોરોના થાય જ છે" એ 1000% ખોટી વાત છે... ઘરમાં કોઈ બેદરકારી દાખવે તો જ કોરોના થાય.. કેરિયર કોણ છે એ ક્યારેય ખબર નહીં પડે.. કોનાથી ઘરમાં ફેલાયું એ ચર્ચાનો વિષય છે જ નહીં..એ તમારૂં ઘર છે.. પોલિટિકલ અખાડો નહીં.. કોઈને બ્લેમ કરવાનો કોઈ અર્થ નથી.. (6/n)
સૌથી નબળી ઈમ્યુનિટીવાળાને સૌથી છેલ્લે થઈ શકે.. સૌથી સ્ટ્રૉંગ ઈમ્યુનિટીવાળાને સૌથી પહેલાં થઈ શકે.. શક્યતાઓ બધી જ હોઈ શકે.. કોઈ અછૂત નથી.. આ રોગ છે.. માન્યતા નથી.. ટેસ્ટ એ જ એકમાત્ર ઉપાય છે.. (7/n)
જળનેતિ કરી શકો તો બેસ્ટ.. નાસ લો તો ઉત્તમ એ પ્રિવેન્શનમાં હેલ્પ કરી શકે (Possibility, not a fact).. પરંતુ શરીરને સ્વચ્છ તો રાખે જ છે.. Airways ક્લિન હશે તો રોગ સમયે પણ રાહત રહેશે...શ્વાસ લેવામાં સરળતા રહેશે.. તકલીફો ઓછી હશે તો મનોબળ પણ મજબૂત રહેશે.. (8/n)
ખાસ વાત.. તમારા ઓળખીતાંને કોરોના થાય તો કયા ઉકાળા લેવા, શું દવાઓ લેવી એ દોઢા થઈને સલાહ આપશો નહીં.. ડોક્ટરની સલાહ લેવા દો..ડોક્ટરની સલાહ જ લો.. He is the best person to guide you.. ઘણા સંબંધીઓને પૂછશો એટલા વધારે કન્ફ્યૂઝ થશો.. "ડોક્ટર કહે એ કરો" (9/n)
સંબંધીઓને હાથ જોડીને વિનંતી.. તમે હિતેચ્છુ છો... તમને ચિંતા થાય છે અમારી.. તમારો આભાર.."કંઈ કામ હોય તો કહેજો" બોલવા 50 ફોન કરશો નહીં.. એકજણ સમાચાર લઈને બધાને આપી દો.. કામ હોય તો દર્દીને ખબર જ હોય છે કોને ફોન કરવો.. (Please don't take it otherwise) (10/n)
દિવસના પંદર લવિંગ ખાવાવાળાને પણ થયો છે.. ઉકાળા પીવાવાળાને પણ થયો છે.. કપૂરી પાન ખાનારને પણ થયો છે...જાતે વૈધ બનશો નહીં... આયુર્વેદિક કરવું હોય તો પણ નિષ્ણાંત વૈધના માર્ગદર્શન હેઠળ કરો.. જાતે મચી પડશો નહીં.. ઘેર ઘેર બની બેઠેલા ચરક મુનિઓથી બચો.. ડોક્ટરની સલાહ લો (11/n)
Disclaimer : આ જે પણ કંઈ શેર કર્યું એમાં કોઈ વાતને મેડિકલ એડવાઈસ માનશો નહીં.. એના માટે ડોક્ટરની જ સલાહ લો. મારા જાત અનુભવો હોઈ શકે છે. આપ સૌની શુભેચ્છાઓથી અમે બધા સ્ટેબલ છીએ.. આપનો આભાર. ડરશો નહીં. માસ્ક પહેરો અને ટેસ્ટ કરાવો. વૈજ્ઞાનિક અભિગમ દાખવો. Stay Healthy. (12/n)
You can follow @Hasyaroopam.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.